વિશ્વ પ્રવાસીઓ કે જે કુદરત અને વન્ય જીવનની શોધમાં છે તેમના માટે ગુજરાત એક હકીકત સમાન છે. ગુજરાતમાં વિવિધ પ્રકારના જંગલો, વિશાળ સમુદ્ર કિનારો, દરિયાઇ જીવન, રણ પ્રદેશ, સમૃદ્ધ હરિયાળા જંગલો છે. અહીં કેટલાક વિશેષ પ્રાણીઓના રહેઠાણ છે. જંગલના રાજા સિંહ ગીરના જંગલોમાં જોવા મળે છે. જે ગુજરાત પ્રવાસન માટેનું એક મુખ્ય્ આકર્ષણ છે. ગુજરાતમાં ૪ રાષ્ટ્રીય ઉદ્યાનો અને ૨૧ અભ્યારણો આવેલા છે. ગીરના જંગલોમાં સિંહ, કચ્છના રણમાં ઘુડખર, વિદેશી પક્ષીઓ નળ સરોવરમાં, કાળિયાર અને ચાર શિંગડાવાળા હરણના અભ્યારણો, કેટલાંક પક્ષીઓના અભ્યારણો ગુજરાતમાં આવેલા છે. વ્હેલ શાર્ક ગુજરાતના દરિયામાં આવે છે. કચ્છના અખાતમાં દેશનું પ્રથમ દરિયાઇ અભ્યારણ આવેલું છે. ઓખામાં કિડોખાઉ મળી આવે છે. સ્ત્રોત: ગુજરાત સરકાર