ગુજરાતના પ્રવાસન સ્થળો ભારતીય સંસ્કૃ.તિ અને પરંપરાગત ધાર્મિક આસ્થાના પ્રતીક છે. જે ભારતીય કળા, વૈભવ, બેનમૂન સ્થાપ્ત્યો, પવિત્રતા અને સમૃદ્ધ વિચારોના પ્રતિક સમાન છે. ગુજરાતની પ્રજામાં વિશ્વાસ, સત્યબ, સહિષ્ણુિતા તથા અતિથિને ભગવાન માનવાના ઉચ્ચા વિચારો આવેલા છે. અહીંના લોકો સાદુ જીવન, ઉચ્ચ્ વિચારો ના સિદ્ધાંતને વરેલા છે. અહીં જુદા-જુદા ધર્મો અને જાતિના લોકો કોમી એખલાસની ભાવના અને સહિષ્ણુતા સાથે એક બીજાને મદદ કરીને રહે છે જે ગુજરાતની આગવી ઓળખ છે. આદિવાસી અને તેમની કળા ગુજરાતની સાંસ્કૃtતિની પરંપરાના ભાગ છે. જેઓ કર્ણ-પ્રિય સંગીત, કલાત્મક નૃત્યj અને ભાવનાત્મક નાટક ભજવી જાણે છે. ગુજરાત શ્રેષ્ઠ હસ્તવકલા જેવા કે પટોડા, ખાડી, બાંધણી, છાપકામ, ભરતકામ, નંડા, રોગણ ચિત્રકામ, માતાની પછેડી, લાકડાની કૃતિઓ, વાંસની કૃતિઓ, પિથોરા, કવિતાઓ વગેરે માટે જાણીતું છે. ગુજરાત દરેક ધર્મો - રિતરીવાજોના તહેવારો તેના રંગમાં રંગીને ઉજવે છે. આરબો, ડચો, પોર્ટુગીઝો, મુઘલો અને બ્રિટિશોની સંસ્કૃતિની છાપ પણ ગુજરાતની સંસ્કૃતિમાં જોવા મળે છે. સ્ત્રોત: ગુજરાત સરકાર