વર્ષ-ર૦૦૮-ર૦૦૯થી અનુસૂચિત જાતિના વધુ વસ્તી ધરાવતા રાજયના ૧૬ જિલ્લાઓના અનુસૂચિત જાતિના ૧પ થી ૩પ વર્ષના પસંદગી પામેલ પ૦ યુવક-યુવતીઓ માટે ૭ દિવસ માટેનો વ્યકિતત્વ વિકાસ અને શારિરીક, માનસિક અને આધ્યાત્મ્િાક વિકાસ માટે યોગાસન તાલીમ શિબિરો યોજવામાં આવે છે. જે વર્ષ-ર૦૧૧-૧રના વર્ષથી રાજયના તમામ જિલ્લાઓમાં યોજાશે. જેનો સંપૂર્ણ ખર્ચ રાજય સરકાર ભોગવે છે. સને-ર૦૧ર-ર૦૧૩માં રૂા.૨૨.૨૮ લાખ જેટલી જોગવાઇ કરવામાં આવેલ છે. તથા આ યોજનાનો ૧૬૫૦ લાભાર્થીઓ લાભ લેશે. સ્ત્રોત : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ.