રાષ્ટ્રીયકક્ષાએ યોજાતી જુદી જુદી રમત સ્પર્ધાઓમાં અનુસૂચિત જાતિના બાળકો વધુને વધુ ભાગ લેતા થાય તે હેતુસર રાજ્યના અનુસૂચિત જાતિના વિસ્તારોમાં ઉનાળાના વેકેશન દરમિયાન બે ધનિષ્ઠ પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવે છે. આ યોજના ર૦૦૮-૦૯થી મંજૂર કરવામાં આવે છે. વેકેશન દરમિયાન આ શિબિરનું આયોજન કરી અનુસૂચિત જાતિના બાળકોને જે તે રમતના નિષ્ણાંત કોચીઝ દ્વારા વૈજ્ઞાનિક ઢબે ધનિષ્ઠ તાલીમ આપવામાં આવે છે. સ્ત્રોત : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ.