રાજ્યના આશાસ્પદ યુવાન સાહિત્યકારોને સાહિત્યઇના વિવિધ પ્રકારો માર્ગદર્શન મળે તેમજ પ્રાચીન અને અર્વાચીન સાહિત્યકારોની કૃતિઓના મુલ્યાંકન ધ્વારા પ્રેરણા મળી રહે તે માટે દર વર્ષે સાહિત્યર શિબિરનું આયોજન કરવામાં આવે છે. આ શિબિરમાં રપ યુવા સાહિત્યીકારોને ભાગ લેવા બોલાવવામાં આવે છે. જે અંગેનો સંપૂર્ણ ખર્ચ રાજય સરકાર ભોગવે છે. નાણાકીય વર્ષ-ર૦૧ર-૧૩ રૂા.૧.૫૦ લાખ જેટલી જોગવાઇ કરવામાં આવેલ છે. તથા આ યોજનાનો ૨૫ થી ૩૦ લાભાર્થીઓ લાભ લેશે. સ્ત્રોત:રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ