ઠરાવ: રાજ્યની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓમાં વર્ગ ખંડોના બાંધકામ માટે સને ૨૦૦૮-૨૦૦૯ ના વર્ષમાં નીચે મુજબ જોગવાઇ સૂચવવામાં આવેલ છે. ક્રમ વિગત ઓરડાની સંખ્યા ઓરડા દીઠ કિંમત રૂપિયામાં જોગવાઇ રૂપિયા લાખમાં ૧ બિન આદિવાસી વિસ્તાર માટે ૧૦૦ રૂ. ૨,૨૫,૦૦૦/- રૂ. ૨૨૫.૦૦ ૨ આદિવાસી વિસ્તાર માટે ૫૦ રૂ. ૨,૨૫,૦૦૦/- રૂ. ૩૩૭.૫૦ કુલ.............. ૧૫૦ રૂ. ૨,૨૫,૦૦૦/- રૂ. ૩૩૭.૫૦ (અંકે રૂપિયા ત્રણ કરોડ સાડત્રીસ લાખ પચાસ હજાર પુરા) આ જોગવાઇ ને ખર્ચ કરવાની વહીવટી મંજુરી આપવાની બાબત સરકારની વિચારણા હેઠળ હતી, પુખ્ત વિચારણાને અંતે નીચે જણાવેલ શરતોને આધીન રહી સને ૨૦૦૮-૨૦૦૯ ની કુલ રૂ. ૩,૩૭,૫૦,૦૦૦/- ની (અંકે રૂપિયા ત્રણ કરોડ સાડત્રીસ લાખ પચાસ હજાર પુરા) ની નવી બાબતને આથી વહીવટી મંજુરી આપવામાં આવે છે. સને ૨૦૦૮-૦૯ ના વર્ષની બજેટ જોગવાઇને આધિન રહીને નાણા વિભાગ દ્વારા વખતોવખત ફાળવવામાં આવતી ગ્રાન્ટની મર્યાદામાં ખર્ચ કરવાનો રહેશે બાંધકામની યોજના માટે નકશા અને અંદાજોને સક્ષમ અધિકારીની મંજુરી મેળવવાની રહેશે. આ અંગેનું ખર્ચ સરકારશ્રી દ્વારા વખતોવખત નક્કી કરવામાં આવેલ જોગવાઇઓ અને લાગુ પડતા ધારાધોરણો ને આધિન નિયત પદ્ધતિથી કરવાનું રહેશે. પ્રસ્તુત કામ માટે પ્રવર્તમાન નિયમોને આધિન ચાલુ તથા અગામી નાણાકીય વર્ષમાં પર્યાપ્ત બજેટ જોગવાઇ કરાવી લેવાની રહેશે. આ મંજુરી અન્વયે જો કોઇ પણ વસ્તુની ખરીદી કરવાની હોય તો તે સરકારશ્રીના પ્રવર્તમાન ધારાધોરણો અને નિયમોનુસાર કરવાની રહેશે. આ યોજના અંગેનું ખર્ચ તા. ૧-૪-૦૮ થી શરૂ કરવાનું રહેશે. આ કામો એસ. એસ. એ. મારફતે કરાવવાના રહેશે. કામો અંગેની માહિતી સરકારશ્રી જ્યારે માંગે ત્યારે નિયામકશ્રી પ્રાથમિક શિક્ષણે પૂરી પાડવાની રહેશે. આ અંગેનો ખર્ચ બિન આદિજાતી માટે બજેટ સદર ૪૨૦૧-૦૧-ઇડીએન-૨-૨૦૧-૦૧ હેઠળ મંજુર રહેલ ગ્રાન્ટમાંથી મેળવવાનો રહેશે. આદિવાસી વિસ્તાર માટે માંગણી નં. ૯૬-૪૨૦૨-૦૧-૭૯૬-૧૯-હેઠળ મંજુર રહેલ ગ્રાન્ટમાંથી મેળવવાનો રહેશે. આ હુકમો આ વિભાગની સરખા ક્રમાંકની ફાઇલ ઉપર નાણા વિભાગની તા. ૧૦-૩-૦૮ ની નોંધણી મળેલ સંમતિ અન્વયે રવાના કરવામાં આવે છે. ગુજરાત રાજ્યના રાજ્ય પલશ્રીના હુકમથી અને તેમના નામે. સ્ત્રોત: ડી. જી. ચૌધરી, સેકશન અધિકારી ,શિક્ષણ વિભાગ