ઠરાવ : ભારત સરકારની યોજના હેઠળ કેજીબીવી ખાતે કંપાઉન્ડ વોલ-વર્ગખંડોનું બાંધકામની પ્રવૃત્તિના ખર્ચ માટે સને ૨૦૦૮-૦૯ ના અંદાજપત્રમાં પ્લાન સદરે નવી બાબત તરીકે ઇડીએન-૨ હેઠળ રૂ. ૧૦ લાખની થયેલ જોગવાઇનો ખર્ચ કરવાની મંજુરી આપવા બાબત વિચારણા હેઠળ હતી. પુખ્ત વિચારણાને અંતે ઉપરોકત દર્શાવેલ બાબતે રૂ. ૧૦ લાખની સને ૨૦૦૮-૦૯ ના અંદાજપત્રમાં પ્લાન સદરે ચાલુ બાબત તરીકે થયેલ જોગવાઇ ને નીચે દર્શાવેલ શરતોએ ખર્ચ કરવાની વહીવટી મંજુરી આપવામાં આવે છે. સને ૨૦૦૮-૦૯ ના વર્ષની બજેટ જોગવાઇને આધિન રહીને નાણા વિભાગ દ્વારા વખતો વખત ફાળવવામાં આવતી ગ્રાન્ટની મર્યાદામાં રહીને ખર્ચ કરવાનો રહેશે. બાંધકામની યોજના માટે તા. ૩૦-૦૪-૨૦૦૮ સુધીમાં માર્ગ અને મકાન વિભાગના જે તે જિલ્લાના એસ.ઓ.આર. મુજબ નકશા અંદાજો રજુ કરીને સક્ષમ અધિકારીની વહીવટી/તાંત્રિક મંજુરી મેળવવાની રહેશે. આ અંગેનું ખર્ચ સરકારશ્રી દ્વારા વખતો વખત નક્કી કરવામાં આવેલ જોગવાઇઓ અને લાગુ પડતા ધારા ધોરણોને આધીન નિયત પદ્ધતિથી કરવાનું રહેશે. પ્રસ્તુત કામ માટે પ્રવર્તમાન નિયમોને આધીન ચાલુ તથા આગામી નાણાકીય વર્ષમાં પર્યાપ્ત બજેટ જોગવાઇ કરાવી લેવાની રહેશે. રજુ કરેલા અંદાજોની સક્ષમ કક્ષાએ ખરાઇ કરાવી લેવાની રહેશે. પ્રસ્તુત કામે ટેન્ડર પ્રોસેસીંગ બાબતમાં ઉદ્યોગ અને ખાણ વિભાગના ઠરાવ ક્રઃ એસપીઓ-૧૦૨૦૦૫-૧૪૦૭-છ, તા. ૨૨-૧૧-૨૦૦૬ અન્વયે ઇ ટેન્ડરીંગ બાબતમાં કરવામાં આવેલ જોગવાઇઓ/સૂચનાઓનું ચૂસ્ત પણે પાલન કરવાનું રહેશે. આ મંજુરી અન્વયે કોઇ પણ વસ્તુની ખરીદી કરવાની હોય તો તે સરકારશ્રીના પ્રવર્તમાન ધારાધોરણો અને નિયમોનુસાર કરવાની રહેશે. આ યોજના અંગેનુ ખર્ચ તા. ૧-૪-૦૮ થી શરૂ કરવાનું રહેશે. આ યોજનાનું અમલીકરણ સ્ટેટ પ્રોજેકટ ડાયરેકટર સર્વ શિક્ષા અભિયાનની કચેરી મારફત કરવાનું રહેશે. આ હુકમો આ વિભાગની સરખા ક્રમાંકની ફાઇલ ઉપર નાણા વિભાગની તા. ૧૧-૩-૦૮ ની નોંધથી મળેલ અનુમતિ અન્વયે રવાના કરવામાં આવે છે.(ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે.) સ્ત્રોત: જે. વી. દેસાઇ, સેકશન અધિકારી શિક્ષણ વિભાગ