યોજનાનો ઉદ્દેશ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોમાં વિટામીન, પ્રોટિન, કેલ્શીયમ અને ક્ષાર તત્વની ઉણપ દૂર કરી તેના આરોગ્યમાં સુધારો થાય અને તેનો શારીરિક અને માનસીક વિકાસ થાય તે હેતુથી આ યોજના અમલમાં મુકેલ છે. પાત્રતાના ધોરણો પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૧ થી ૮માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આવક મર્યાદા ધ્યાને લીધા સિવાય વિદ્યાર્થીઓને દૂધ પૂરુ પાડવામાં આવે છે. યોજનાના ફાયદા/સહાય ૨૦૦ml ફલેવર્ડ દૂધના પાઉચ પૂરા પાડવામાં આવે છે. પ્રક્રિયા ડેરી મારફતે જિલ્લાની પે સેંટર શાળાઓ પર દૂધનો જથ્થો ઉતારવામાં આવે છે અને પે સેંટરો પરથી તાબાની શાળાઓમાં પહોંચાડવામાં આવે છે. અમલીકરણ કરતી કચેરી/એજન્સી/સંસ્થા આ યોજના જે તે જિલ્લાઓનાં પ્રાયોજના વહીવટ દારશ્રીઓ મારફતે અમલવારી કરવામાં આવે છે. સ્ત્રોત: મારુ ગુજરાત બ્લોગ