યોજનાનો ઉદ્દેશ: શૈક્ષણિક વિકાસ માટે સહાય. પાત્રતાના ધોરણો : એસ. એસ. સી. પછીના અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા અનુ.જનજાતિના વિધાથીઓને આ શિષ્યવૃતિ મળવાપાત્ર થાય છે આવકનું ધોરણઃ વાર્ષિક રૂ. ૨,૫૦,૦૦૦/- ની આવક મર્યાદા ધ્યાને લેવાની રહેશે. શિષ્યવૃત્તિના દર ગ્રુપ હોસ્ટેલર ડેરકોલર ૧ ૧૨૦૦ ૫૫૦ ૨ ૮૨૦ ૫૩૦ ૩ ૫૭૦ ૩૦૦ ૪ ૩૮૦ ૨૩૦ પ્રક્રિયા: અનુ.જનજાતિના વિધાથીએ પો રજીફોર્મ ભરીને જરુરી દસ્તાવેજો સાથે સબંધિત શાળા/કોલેજને રજુ કરવાનું હોય છે. શાળા/કોલેજ ધ્વારા તમામ વિધાથીઓના ફોર્મ મેળવી નિયત નમુનામાં ગતો સાથેની દરખાસ્ત તૈયાર કરી સબંધિત મદદનીશ કમિશ્રરશ્રી/આદિજાતિ વિકાસ અધિકારીશ્રીની કચેરીમાં રજુ કરવાનું હોય છે, જયાં તેઓની શિષ્યવૃત્તી મંજુર કરી વિધાથીઓના બેંક ખાતાઓમાં જમા કરાવવાની કાર્યવાહી કરવામાં આવે છે. નોંધઃ આ યોજના હેઠળ રુ.૨,૫૦,૦૦૦/- ની આવક મર્યાદા નિયત કરેલ છે. પરંતુ આ આવક મર્યાદા કરતા વધુ આવક ધરાવતા વાલીઓની કન્યાઓને પણ ઉકત ધોરણે શિષ્યવૃત્તી મંજુર કરવામાં આવે છે. સ્ત્રોત: મારુ ગુજરાત બ્લોગ