સમગ્ર રાજ્યમાં કન્યા-કેળવણીનું પ્રમાણ વધારવા ૩૫ ટકાથી ઓછીી સ્ત્રી સાક્ષરતાવાળા ગામોમાં ૧માં ૧૦૦ ટકા કન્યાઓનું નામાંકન થાય અને નવીન પ્રવેશ મેળવનાર ધોરણ-૭ સુધી અભ્યાસ ચાલુ રાખે તે માટે વિદ્યાલક્ષ્મી બૉન્ડ યોજના દાખલ કરેલ છે. નગરપાલિકાઓમાં બી.પી. એલ. પરિવારની કન્યાઓને પણ વિદ્યાલક્ષ્મી બૉન્ડ આપવામાં આવે છે. ધોરણ ૧માં નવીન શાળા-પ્રવેશ મેળવનાર દરેક કન્યાને ૧૦૦૦/- રૂપિયાની બોન્ડની રકમ આપવામાં આવે છે. ૭ લાખ કન્યાઓને રૂ. ૭૦ કરોડના વિદ્યાલક્ષ્મી બોન્ડ આપવામાં આવ્યા. ધોરણ ૭ પાસ કરે ત્યારે બોન્ડની રકમ તેના વ્યાજની રકમ કન્યાને આપવામાં આવશે વર્ષ લાભાર્થી કન્યાઓ રૂ. (કરોડમાં) ૨૦૦૨-૦૩ ૧,૧૦,૮૨૯ ૧૧.૦૮ ૨૦૦૩-૦૪ ૧,૫૪,૪૫૭ ૧૫.૪૪ ૨૦૦૪-૦૫ ૧,૩૦,૦૦૦ ૧૩.૦૦ ૨૦૦૫-૦૬ ૧,૫૧,૦૩૪ ૧૫.૧૦ ૨૦૦૬-૦૭ ૧,૪૬,૨૦૦ ૧૧.૬૩ ૨૦૦૭-૦૮ ૧,૪૭,૫૦૬ ૧૪.૭૫ ૨૦૦૮-૦૯ ૧,૨૭,૭૫૭ ૧૨.૮૭ ૨૦૦૯-૧૦ ૧,૧૧,૫૫૩ ૧૧.૧૫ દરેક કન્યાને ૧૦૦૦/- રૂપિયાની બોન્ડ ની રકમ. સ્ત્રોત : શિક્ષણ વિભાગ.