ધોરણ-૮ માં ભણતી અનુ.જાતિની વિદ્યાર્થીનીને સરસ્વતી સાધના યોજના હેઠળ સાયકલ સહાય. બી.સી.કે.-૦૬ આ યોજના હેઠળ ધોરણ-૮ માં ભણતી અનુ.જાતિની વિદ્યાર્થીનીને સરસ્વતી સાધના યોજના હેઠળ રૂપિયા ૧૫૦૦/- સાયકલ સહાય આચાર્યશ્રી, મારફતે આપવામાં આવે છે. આ યોજના હેઠળ રૂ.૧.૬૫ લાખની ગ્રાન્ટ સામે રૂ.૦.૬૦ લાખનો ખર્ચ કરી કુલઃ૪૦ વિદ્યાર્થીનીઓને લાભ આપેલ છે. ૧ યોજનાનું નામ સરસ્વતી સાધના યોજના ૨૨૨૫ સ.ક.બીસીકે-૦૬ ૨ યોજના કયારે શરૂ થઇ ૧૯૯૮-૯૯ ૩ યોજનાનો હેતુ અનુસુચિત જાતિની ધો-૮ માં અભ્યાસ માટે અપડાઉન કરતી કન્યાઓને સાયકલ ખરીદવા અભ્યાસ માટે પ્રોત્સાહિત કરવા ૪ યોજના વિશે માહિતી આ યોજનામાં અનુ.જાતિના બી.પી.એલ. કુટુંબની ધો-૮ ની કન્યાઓને કે જેના ગામમાં હાઇસ્કુલની સગવડ ન હોય તેને અભ્યાસ માટે પોતાના ગામથી બીજા ગામ અપડાઉન કરવા સાયકલ સહાય માટે રૂ.૧૫૦૦/- ની રોકડ સહાય આપવાની યોજના અમલમાં છે. ૫ યોજનાનો લાભ કોને મળી શકે અને તેના માટે કોને મળવું તે વિગત દર્શાવો. અનુ.જાતિની ધો-૮ માં અભ્યાસ કરતી બી.પી.એલ. કુટુંબની કન્યાઓને મળી શકે આ અંગે તાલુકા લેવલે સમાજ કલ્યાણ નિરીક્ષકશ્રી તથા જિલ્લા કક્ષાએ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રીને મળવું. ૬ યોજનાના લાભાર્થી માટેની લાયકાત ધોરણ ૮ માં અભ્યાસ કરતી અનુ.જાતિની બી.પી.એલ. કુટુંબની કન્યાઓને કે જેના ગામમાં હાઇસ્કુલની સગવડ ન હોય તેને અભ્યાસ માટે પોતાના ગામથી બીજા ગામ અપડાઉન કરતી કન્યાને મળવાપાત્ર થાય છે. સ્ત્રોત : શિક્ષણ વિભાગ.