મીડિયા અને દસ્તાવેજીકરણ ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ માટે, ખાસ કરીને કન્યા કેળવણીના સંદર્ભમાં માધ્યમની હિમાયત એસએસએનું કેંદ્રિત વિસ્તાર છે. લક્ષિત જૂથો, માધ્યમ સંદેશાઓ અને માધ્યમના વિકલ્પો વિગતો સાથે સંપર્ક માટેની એક સરસ રીતે રચાયેલ વ્યૂહરચનાનો ઉપયોગ રાજ્યમાં પ્રવેશ અને જાળવણીના મુદ્દાઓને સંબોધવા કરવામાં આવ્યું છે. આના લીધે એસએસએ યોજનાને સમુદાયોમાં ઘણું સારું પ્રતિભાવ મળ્યું છે અને પાયાના સ્તરે એમનું સીધું યોગદાન પણ મળ્યું છે. આનાથી યોજનાના વિવિધ સ્તરે કર્મચારીઓમાં ઘણો આત્મ વિશ્વાસ ઉભો થયો છે. આયોજન અને વ્યવસ્થા સૂક્ષ્મ આયોજન : સૂક્ષ્મ આયોજન એ એસ.એસ.એ. હેઠળ દાખલ કરાયેલ વિકેન્દ્રિત આયોજનના પ્રયત્નનું અભિન્ન અંગ છે. ખરી રીતે તો, સૂક્ષ્મ આયોજન એ જીલ્લા યોજનાઓને કાર્યાંવિત કરવા માટેનું એક જરૂરી પગલું છે. તેને પ્રાથમિક શિક્ષણના આયોજન અને વ્યવસ્થામાં બહોળા પ્રમાણમાં ભાગીદારી દ્વારા સ્થાનિક આંકડાકીય વિગતોની ખાતરી માટેની એક સળંગ પ્રક્રિયા તરીકે જોવામાં આવવી જોઈએ.સામુહિક સૂક્ષ્મ આયોજન માટે સ્થાનિક કક્ષાએ સક્ષમતા વધારવી જરૂરી છે. સ્ત્રોત: સર્વ શિક્ષા અભિયાન