આપ ધોરણ ૧૦ પાસ છો કોઇ કારણસર આપ આગળ અભ્યા સ કરી શકો તેમ નથી છતાં આપને શિક્ષક બનવું છે. તો ધોરણ ૧૦ પછી ગુજરાતમાં એક વર્ષનો પ્રિ. પી.ટી.સી. ના અભ્યાોસક્રમમાં પ્રવેશ મેળવી શકો છો. કુલ સંખ્યા ૨૧ છે. પ્રિ. પી.ટી.સી. કરી આપ બાલમંદિરમાં નોકરી મેળવી શકો અથવા આપ આપનું પોતાનું બાલમંદિર ચાલુ કરી રોજગાર મેળવી શકો. પ્રવેશ માટે શૈક્ષણિક લાયકાતઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધો. ૧૦ (એસ.એસ.સી.) પરીક્ષા ઉત્તીર્ણ કરેલી હોવી જોઇએ. પ્રવેશ એસ.એસ.સી. (ધો. -૧૦) ના ગુણાનુક્રમે મળવાપાત્ર રહેશે. પ્રવેશ માટે ઉંભર : જે ઉમેદવારોની ઉંમર તા. ૧-૭-૨૦૦૬ ના રોજ ૨૨ વર્ષથી વધુ ન હોય તેવા ઉમેદવારો પ્રવેશને પાત્ર ગણાશે. અનામત કક્ષાના ઉમેદવારો માટે મહત્તમ વય મર્યાદામાં ૫ વર્ષની છૂટ મળશે. અનામત બેઠકો : અનુસૂચિત જાતિ માટે તા. ૧-૭-૨૦૦૬ ના રોજ ૨૨ વર્ષથી વધુ ન હોય તેવા ઉમેદવારો પ્રવેશને પાત્ર ગણાશે. અનામત કક્ષાના ઉમેદવારો માટે મહત્તમ વય મર્યાદામાં ૫ વર્ષની છૂટ મળશે. અનુદાનિત બાલ અધ્યાપન મંદિરો ક્રમ કોલેજનું નામ મિડિયમ ભાઇઓ બહેનો ૧ શ્રીમતી માણેકબા પૂર્વ પ્રાથમિક શિક્ષણ તાલીમ કેન્દ્ર અડાલજ, જિ. ગાંધીનગર ગુજરાતી બહેનો ૨ શ્રી બી. એમ. પટેલ બાલ અધ્યાપન મંદિર, ડાકોર રોડ, નડિઆદ જિ. ખેડા ગુજરાતી બહેનો ૩ શ્રી વસંત બાલ અધ્યાપન મંદિર, નૃસિંહાશ્રમ, ભૂતડીઝાંપા, જિ. વડોદરા ગુજરાતી બહેનો ૪ શ્રી વલ્લભ કન્યા કેળવણી મંડળ, ઢેબર ચોક, રાજકોટ ગુજરાતી બહેનો ૫ શ્રી દક્ષિણામૂર્તિ બાલ અધ્યાપન મંદિર, ભાવનગર ગુજરાતી મિશ્ર ૬ શ્રી કે. જી. મહેતા બાલ અધ્યાપન મંદિર, પાલનપુર જિ. બનાસકાંઠા ગુજરાતી મિશ્ર ૭ મૈત્રી વિદ્યાપીઠ પૂર્વ પ્રાથમિક બાબત અધ્યાપન મંદિર, સુરેન્દ્રનગર ગુજરાતી બહેનો ૮ બાલ અધ્યાપન મંદિર, જિ. કચ્છ ગુજરાતી બહેનો સ્ત્રોત : શિક્ષણ વિભાગ.